20/07/2026
૪૨ મેવાડા સુથાર સમાજ મહિલા સંગઠન બનાવે તેવી અપીલ કરું છું
“સશક્ત મહિલા – સમૃદ્ધ સમાજ”
પ્રિય બહેનો,
સમાજના વિકાસનું સાચું પાયાનું બળ મહિલા છે. જ્યાં મહિલાનું સન્માન થાય છે, ત્યાં પરિવાર સુખી બને છે, સમાજ પ્રગતિ કરે છે અને નવી પેઢી સંસ્કારી બને છે.
આ વિચાર સાથે આપણે ૪૨ મેવાડા સુથાર સમાજ મહિલાઓ આગળ થઈ સંગઠનની રચના કરવી જોઈએ સંકલ્પ કરવો જોઈએ. આ સંગઠનનો હેતુ માત્ર મીટિંગો કે કાર્યક્રમો કરવાનો નથી, પરંતુ દરેક બહેનને આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આત્મનિર્ભરતા સાથે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તમામ બહેનો ને નમ્ર વિનંતી કે તમે બધા આગળ આવી પોતાનું સંગઠન બનાવો. આ સંગઠન મહિલાઓનો અવાજ બનશે
મહિલા સંગઠન બનાવવાનો હેતુ અને મુખ્ય ધ્યેય
* મહિલા સન્માન અને સુરક્ષા.
* દરેક બહેનને આત્મનિર્ભર બનાવવા રોજગારી અને સ્વરોજગારીની તકો.
* સરકારની તમામ મહિલા કલ્યાણ યોજનાઓનો લાભ દરેક બહેન સુધી પહોંચાડવો.
* લખપતિ દીદી જેવી યોજનાઓ, સ્વસહાય જૂથો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં વધુમાં વધુ બહેનોને જોડવી.
* દીકરીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન.
* દહેજ પ્રથાનો સંપૂર્ણ વિરોધ અને સાદા-સરળ લગ્નને પ્રોત્સાહન.
* નશામુક્ત, સંસ્કારી અને શિક્ષિત સમાજનું નિર્માણ.
* સમાજના દીકરા-દીકરીઓ પોતાના સમાજમાં લગ્ન કરે તે અંગે જાગૃતિ અને સમાજની એકતા મજબૂત કરવી.
* વિધવા, નિરાધાર અને આર્થિક રીતે નબળી બહેનોને સહાય અને માર્ગદર્શન.
* મહિલા આરોગ્ય, પોષણ અને નિયમિત આરોગ્ય તપાસ અંગે જાગૃતિ.
* કૌશલ્ય વિકાસ, ડિજિટલ શિક્ષણ અને નાના ઉદ્યોગોની તાલીમ.
* સમાજની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન.
* મહિલા નેતૃત્વ વિકસાવી સમાજના નિર્ણયોમાં બહેનોની ભાગીદારી વધારવી.
* ગૃહિણીઓના શ્રમ અને યોગદાનને યોગ્ય માન-સન્માન અપાવવું.
* દીકરી બચાવો, દીકરી ભણાવો અને દીકરીને આગળ વધારવાનો સંકલ્પ.
* જરૂરિયાતમંદ પરિવારોને કાનૂની, શૈક્ષણિક અને સામાજિક માર્ગદર્શન.
* છૂટા-છેડા નું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ
સંકલ્પ
દરેક બહેનનું સન્માન – દરેક પરિવારનું ગૌરવ.”
“સ્વાવલંબી મહિલા, સશક્ત પરિવાર અને સંગઠિત સમાજ.”
-૪૨ મેવાડા સુથાર સમાજ મહિલા સંગઠન
ઉપરોક્ત મારા વિચારો રજૂ કર્યા છે કે આપણા સમાજમાં પણ મહિલા સંગઠન હોવું જોઈએ. દરેક મહિલાઓ આગળ આવી નારી સન્માન માટે આ ગ્રુપ એક સંગઠન બનાવે તેવી વિનંતી કરું છું
અમો તમારી સાથે છીએ આગળ વધો મહિલા સંગઠન બનાવવું આ એક સૂચન છે
“સશક્ત મહિલા – સમૃદ્ધ સમાજ”..........પંકજકુમાર બી મેવાડા ગાંધીનગર