Sitaba SEVA TRUST

Sitaba  SEVA TRUST Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sitaba SEVA TRUST, Camera/Photo, Thara.

સમૂહ લગ્નમાં માં લગ્ન નોધણી તેમજ દીકરી ને સ્વૈચ્છિક દાન તેમજ કરિયાવર માં ભેટ આપવા માટે સંપર્ક કરો
24/01/2025

સમૂહ લગ્નમાં માં લગ્ન નોધણી તેમજ દીકરી ને સ્વૈચ્છિક દાન તેમજ કરિયાવર માં ભેટ આપવા માટે સંપર્ક કરો

સમૂહ લગ્નમાં માં લગ્ન નોધણી તેમજ દીકરી ને સ્વૈચ્છિક દાન આપવા માટે સંપર્ક કરો  (ગામ.તાતીયાણા તા. કાંકરેજ જી. બનાસકાંઠા)
24/01/2025

સમૂહ લગ્નમાં માં લગ્ન નોધણી તેમજ દીકરી ને સ્વૈચ્છિક દાન આપવા માટે સંપર્ક કરો (ગામ.તાતીયાણા તા. કાંકરેજ જી. બનાસકાંઠા)

*શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામની શ્રી સવજીભાઇ સર્વોદય (અનુસૂચિત જાતિ) આશ્રમશાળા ના બાળકોને આજે સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતી...
07/12/2024

*શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામની શ્રી સવજીભાઇ સર્વોદય (અનુસૂચિત જાતિ) આશ્રમશાળા ના બાળકોને આજે સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા નિ:શુલ્ક સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.*
જનસેવા એજ પ્રભુસેવા ના સિદ્ધાંત ઉપર ચાલતા સીતાબા સેવા ટ્રસ્ટમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે બાળકોને સ્કૂલ બેગ વિતરણ,ચોપડા વિતરણ,પેડ(પાટીયા) વિતરણ, શિયાળામાં ગરમ ધાબળા, રાસનકીટ વિતરણ, હોસ્પિટલમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય, ઉનાળામાં ચકલીઘર, પાણીના કુંડા,અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ વગેરે જેવાં જનસેવા અને જીવદયાના કાર્યક્રમોની જેમ આજે શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રી સવજીભાઇ સર્વોદય (અનુસૂચિત જાતિ) આશ્રમશાળાના ૩૦ બાળકોને દાતાશ્રી પટેલ ઉપેનભાઇ સોમાભાઈ મું.પલીયડ દ્વારા સીતાબા સેવા ટ્રસ્ટ- તાંતીયાણાના માધ્યમથી સ્વેટર વિતરણ કરવામાં આવ્યા તથા શંખેશ્વર ની આજુબાજુ રોડ સાઇડના મજુર વર્ગના ગરીબ પરિવારોના બાળકોને પણ કુલ ૮૦ જેવા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા જે બદલ શાળા પરિવાર અને ગરીબ પરિવારો દ્વારા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણાનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો.

સીતાબા સેવા ટ્રસ્ટ તાંતીયાણા દ્વારા રામનગર પેટાવર્ગ શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ,સ્કૂલબેગનું વિતરણ કરાયું.સરહદી સુઇગામ તાલ...
23/07/2024

સીતાબા સેવા ટ્રસ્ટ તાંતીયાણા દ્વારા

રામનગર પેટાવર્ગ શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ,સ્કૂલબેગનું વિતરણ કરાયું.

સરહદી સુઇગામ તાલુકાના લીંબુણી નજીકની રામનગર પેટા વર્ગ શાળામાં સીતાબા સેવા ટ્રસ્ટ તાંતીયાણા દ્વારા મંગળવારે શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ ગણવેશ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું,
છેલ્લા કેટલાય વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને સાધન સામગ્રી,રાશન કિટ, શાળાના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રોકડ ફી,મેડિકલ કેમ્પ,સહિતની વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરતા સીતાબા સેવા ટ્રસ્ટ તાંતીયાણા દ્વારા સરહદી સુઇગામ તાલુકાના લીંબુણી પ્રા,શાળા હસ્તકની રામનગર પેટા વર્ગ શાળાના 30 વિદ્યાર્થીઓ ને ગણવેશ તેમજ સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટ ના માધ્યમ થી દાતા શ્રી પટેલ અરવિંદભાઈ ત્રિકમદાસ ,પટેલ સુર્યાબેન અરવિંદભાઈ તેમજ પરિવાર તરફ થી શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને સ્કૂલ ડ્રેસ તેમજ સ્કૂલબેગ અપવામાં આવતા વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા,મંગળવારે યોજાયેલ સ્કૂલ બેગ અને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સવાભાઈ પ્રજાપતિ,તેમજ ટ્રસ્ટી ગણ અજયભાઈ ઠાકોર,પ્રકાશભાઈ પ્રજાપતિ,વિક્રમજી ઠાકોર,પરષોત્તમભાઈ સુથાર,મનસુખભાઇ સુથાર,મુકેશભાઈ પરમાર,સુબાજી ખાખલેચા,વિનોદભાઈ પટેલ,પ્રશાંતભાઈ કાપડી,વિપુલભાઈ સુથાર તેમજ સેન્ટર શાળાના આચાર્ય નાનજીભાઈ ચૌધરી,ડે. સરપંચ હરજીભાઈ એડવોકેટ રાજુભાઇ,દશરથજી ઠાકોર,નવીનભાઈ ચૌધરી,કિરણભાઈ ઠાકોર,વિક્રમસિંહ ઝાલા સહિતના પત્રકાર મિત્રો શાળાના શિક્ષક સહિત વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે રામનગર પેટા વર્ગ શાળામાં સ્કૂલબેગ અને સ્કૂલ ગણવેશ આપવામાં આવે તે માટે સીતાબા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અજયજી ઠાકોર,ને પત્રકાર દશરથજી ઠાકોરે પ્રેરિત કર્યા હતા,જેના ભગરૂપે મંગળવારે ટ્રસ્ટી ટીમ દ્વારા શાળામાં સ્કૂલબેગ અને સ્કૂલ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ બાદ ટ્રસ્ટી ગણે ખરેખર જરૂરિયાત મંદ બાળકોને સ્કૂલ ડ્રેસ અને સ્કૂલ બેગ આપી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા વૃધ્ધ માજી ને રાશનકીટ વિતરણ કરવામાં આવી.*જનસેવા એજ પ્રભુસેવા ના સિધ્ધાંતો ઉપર ચાલતા...
11/07/2024

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા વૃધ્ધ માજી ને રાશનકીટ વિતરણ કરવામાં આવી.*
જનસેવા એજ પ્રભુસેવા ના સિધ્ધાંતો ઉપર ચાલતા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ કે શાળામાં સ્કૂલ બેગ વિતરણ, તિથી ભોજન,ચોપડા વિતરણ, રાશનકીટ વિતરણ, શિયાળાની ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ, જરૂરીયાત વાળા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ, સ્કૂલમાં પેડ(પાટીયા)વિતરણ,ગરીબ પરિવારોને હોસ્પિટલમાં આર્થિક સહાય, પક્ષી માટે માળા,પાણીના કુંડા વિતરણ જેવાં અનેક સેવાકીય કાર્યો થકી ટુંક સમયમાં આવા કાર્યો થકી નામનાં મેળવી છે જેમાં આજે ઠાકોર પરિવાર ના ઉંમરલાયક વિધવા માજી થરા જવાહર સોસાયટી વિસ્તારમાં રહે છે તેમને 2 દિકરા હતા પણ એક વર્ષો પહેલાં અને નાનો દીકરો ગયા વર્ષે બિમારી માં ગુજરી ગયેલ અને એક દિકરી હતી જેના લગ્ન થયી ગયેલ છે ભાડાનું નાનું કેબીન રાખી ગુજરાન ચલાવતા હતા પણ ઉંમર ના હિસાબે હવે સામાન લાવવામાં તકલીફ પડતી હતી જેથી દુકાન બંધ કરેલ અને હાલ વૃધ્ધ પેન્શન વાળા જે પૈસા આવે એમાંથી બધું ઘરનું ચલાવે છે પણ એમાં બધી જરૂરિયાતો પુર્ણ થતી ન હોય આજે જાણ થતાં સીતાબા સેવા ટ્રસ્ટ તાંતીયાણા ના સભ્યો દ્વારા મુલાકાત કરી ખરેખર રાશનની જરૂરિયાત હોય 2000 રૂપિયાની રાશન કીટ (કરીયાણું) બનાવી આપી માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે જે બદલ માજી દ્વારા સીતાબા સેવા ટ્રસ્ટ- તાંતીયાણા નો હૃદયથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપેલ અને જનસેવાના આવા કામ અવિરત થાય એમાં સહકાર આપી કાર્યમાં ઉત્સાહી અને માર્ગદર્શન આપતા સભ્યો એવા ચેતનભાઈ પટેલ(હાલ -કેનેડા) પ્રમુખ સવાભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ સુથાર, વિનોદભાઈ પટેલ, વિક્રમભાઇ કમાળીયા, સુબાજી ખાખલેચા, પરસોતમભાઈ સુથાર, અજયભાઈ જસાલીયા,મુકેશભાઈ પરમાર, વિપુલભાઈ સુથાર, પ્રશાંતભાઈ કાપડી વગેરે દ્વારા આવા કાર્યમા નિ:સ્વાર્થ ભાવે આવેલ દાનની રકમ માંથી સેવા પુરી પાડવામાં આવે છે.

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા જેસડા આશ્રમશાળામાં ૬ સીલિંગ પંખા આપવામાં આવ્યા.*જનસેવા એજ પ્રભુસેવાના સિદ્ધાંત ઉપર ...
05/07/2024

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા જેસડા આશ્રમશાળામાં ૬ સીલિંગ પંખા આપવામાં આવ્યા.*
જનસેવા એજ પ્રભુસેવાના સિદ્ધાંત ઉપર ચાલતા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અવાર નવાર અગાઉ કરેલ એમ સમી તાલુકાના જેસડા આશ્રમ શાળામાં અંતરીયાળ વિસ્તારના બાળકો અહીં રહીને અભ્યાસ કરે છે જેમના રૂમોમાં પંખાની પુરતી સગવડ નહોતી એટલે બાળકોને ગરમી ખૂબ લાગતી હોય જેથી શિયાળામાં અગાઉ કરેલ અહીજ સ્વેટર વિતરણ કાર્યક્રમ થકી એ વખતે કરશનભાઈ મકવાણા સાહેબ એમના સંપર્કમાં હોઈ એમને પરિસ્થિતિની જાણ કરેલ જેથી એમણે માધ્યમ બની ટ્રસ્ટને જાણ કરતા આજે ખુટતા પંખા લગાવી બાળકોને ગરમીમાં રાહત આપે એવા પંખા લગાવી આપવામાં આવ્યા જે બદલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા નો આભાર વ્યક્ત કર્યો.

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા વૃધ્ધ માજી ને રાશનકીટ વિતરણ કરવામાં આવી.*જનસેવા એજ પ્રભુસેવા ના સિધ્ધાંતો ઉપર ચાલતા...
25/02/2024

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા વૃધ્ધ માજી ને રાશનકીટ વિતરણ કરવામાં આવી.*
જનસેવા એજ પ્રભુસેવા ના સિધ્ધાંતો ઉપર ચાલતા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ કે શાળામાં સ્કૂલ બેગ વિતરણ, તિથી ભોજન,ચોપડા વિતરણ, રાશનકીટ વિતરણ, શિયાળાની ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ, જરૂરીયાત વાળા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ, સ્કૂલમાં પેડ(પાટીયા)વિતરણ,ગરીબ પરિવારોને હોસ્પિટલમાં આર્થિક સહાય જેવા અનેક સેવાકીય કાર્યો થકી ટુંક સમયમાં આવા કાર્યો થકી નામનાં મેળવી છે જેમાં આજે દેવીપૂજક પરિવાર ના ઉંમરલાયક વિધવા માજી તાંતીયાણા ગામે રહે છે તેમને દિકરા છે પણ જમીન ના હોવાથી બધા મજુરી કામ માટે બહારગામ રહે છે સીતાબા ટ્રસ્ટ ના સભ્ય વિનોદભાઈ પટેલ દ્વારા મુલાકાત કરતાં જાણવા મળેલ કે એમને રાશન ની જરૂરિયાત હોય હાલ તેમને *બે મહિના* ચાલે એટલી રાશનકીટ (કરીયાણું) આપી માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે,જેમાં જનસેવાના કાર્યમાં ઉત્સાહી અને માર્ગદર્શન આપતા સભ્ય એવા ચેતનભાઈ પટેલ(હાલ -કેનેડા) પ્રમુખ સવાભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ સુથાર, વિનોદભાઈ પટેલ, વિક્રમભાઇ કમાળીયા, સુબાજી ખાખલેચા, પરસોતમભાઈ સુથાર, અજયભાઈ જસાલીયા,મુકેશભાઈ પરમાર, વિપુલભાઈ સુથાર, પ્રશાંતભાઈ કાપડી વગેરે દ્વારા આવા કાર્યમા નિ:સ્વાર્થ ભાવે આવેલ દાનની રકમ માંથી સેવા પુરી પાડવામાં આવે છે.

જીવદયા અને જનસેવા જેવી સેવાકીય પ્રવૃતિઓ જેમના નામથી ચાલુ થયી આને જેમના નામે સેવાનું કામ ચાલુ છે એવા *સીતાબા સેવા ટ્રસ્ટ-...
18/02/2024

જીવદયા અને જનસેવા જેવી સેવાકીય પ્રવૃતિઓ જેમના નામથી ચાલુ થયી આને જેમના નામે સેવાનું કામ ચાલુ છે એવા *સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા* ને ધીમે ધીમે નામના અપાવી એવા પુણ્યશાળી આત્માને આજે તેમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે નમન,વંદન🙏💐🙏

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા સ્વ.સીતાબાની ચોથી પુણ્યતિથિ તાંતીયાણા પ્રા.શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ સાથે ઉજવી.*જન...
29/01/2024

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા સ્વ.સીતાબાની ચોથી પુણ્યતિથિ તાંતીયાણા પ્રા.શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ સાથે ઉજવી.*
જનસેવા એજ પ્રભુસેવા ના સિધ્ધાંતો ઉપર ચાલતા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ કે શાળામાં સ્કૂલ બેગ વિતરણ, તિથી ભોજન,ચોપડા વિતરણ, રાશનકીટ વિતરણ, શાળામાં ઠંડા પાણીની પરબ, શિયાળાની ઠંડીમાં ગરમ ધાબળા વિતરણ, અંતરીયાળ વિસ્તારની શાળામા સ્કૂલ ડ્રેસ તથા વિવિધ શાળાઓમાં સ્વેટર વિતરણ, શાળામાં પેડ(પાટીયા)વિતરણ,ગરીબ પરિવારોને હોસ્પિટલમાં આર્થિક સહાય જેવા અનેક સેવાકીય કાર્યો સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા કરવામાં આવે છે તેમ 18 ફેબ્રુઆરી ના સીતાબા ની પુણ્યતિથિ હોય તેમના પુત્ર ઉત્સાહી અને ટ્રસ્ટને માર્ગદર્શન પુરૂ પાડતા સકિય સભ્ય એવા ચેતનભાઈ પટેલ(મું-પલીયડ હાલ-કેનેડા) જેઓ શાળામાં સહ પરિવાર હાજર રહી શાળામાં વિવિધ કાર્યક્રમો માટે મોટું સ્પીકર કિંમત રૂપિયા 20,000/- (વીસ હજાર) અને એર કંડીશન પંખા માટે રૂપિયા 11,000/-(અગિયાર હજાર) રોકડા શાળામાં દાન આપેલ તથા બાળકોને વ્યસન થી દુર રહેવા,શિક્ષણનું પ્રમાણ વધે અને દિકરીઓને આગળ ભણાવવા માટે વાલીઓને સમજાવ્યા ત્યારબાદ શાળા પરિવાર દ્વારા ચેતનભાઈ પટેલ તથા તેમના પરિવારને મૂર્તિ અને શાલ ઓઢાડીને સન્માન કર્યું ત્યારબાદ સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા પરિવાર વતી પણ તેમને શાલ ઓઢાડી, મૂર્તિ આપી સન્માન કર્યુ જેમાં પ્રમુખ સવાભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ સુથાર, વિનોદભાઈ પટેલ, વિક્રમભાઇ કમાળીયા, સુબાજી ખાખલેચા, પરસોતમભાઈ સુથાર, અજયભાઈ જસાલીયા,મુકેશભાઈ પરમાર, વિપુલભાઈ સુથાર, પ્રશાંતભાઈ કાપડી તથા સરપંચ શ્રી ભરતભાઈ જસાલીયા અને ગામના વડીલો અને યુવાનોએ હાજરી આપી જે બદલ ચેતનભાઈ પટેલ દ્વારા પણ શાળા પરિવાર તથા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો.

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા ના માધ્યમથી દાતાશ્રી પટેલ સંજયભાઈ જયંતિભાઈ મું-પલીયડ સ્વ.કનુભાઇ કચરદાસ પટેલના સ્મરણાર્થે સ...
08/12/2023

*સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા ના માધ્યમથી દાતાશ્રી પટેલ સંજયભાઈ જયંતિભાઈ મું-પલીયડ સ્વ.કનુભાઇ કચરદાસ પટેલના સ્મરણાર્થે સમી તાલુકાના જેસડા આશ્રમ શાળાના ૧૨૦ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા તથા તાંતીયાણા ગામની પ્રાથમિક શાળાના ૪૫૦ બાળકોને ગરમા ગરમ ગોટાનો નાસ્તો આપેલ જેથી બંને શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા દાતાશ્રીના પરિવારજનોને તથા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા પ્રમુખશ્રીને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરેલ તથા સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા અને દાતાશ્રી પટેલ સંજયભાઈ નો આભાર વ્યક્ત કર્યો💐👍.*

આજે તા.૧૨/૧૦/૨૩ ના રોજ સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા ના સક્રિય સભ્ય એવા ચેતનભાઈ અંબાલાલ પટેલ ગામ-પલીયડ તા.કલોલ (હાલ -કેને...
13/10/2023

આજે તા.૧૨/૧૦/૨૩ ના રોજ સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા ના સક્રિય સભ્ય એવા ચેતનભાઈ અંબાલાલ પટેલ ગામ-પલીયડ તા.કલોલ (હાલ -કેનેડા ) તેમના ૪૪ માં જન્મ દિવસની ઉજવણી નિમિતે મું-તાતીયાણા (તા.કાંકરેજ) ગામની ત્રણેય પ્રાથમિક શાળાઓના કુલ ૪૫૦ બાળકોને ભરપેટ બટાટા પૌવા તથા મસાલા છાસ આપી જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરી એ બદલ ત્રણેય શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર તથા ટ્રસ્ટના તમામ સભ્યોએ શુભકામના પાઠવી અને તેમનો આભાર વ્યક્ત કર્યો.🎂💐

સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા રાણીસર તા.સાંતલપુર ગામની ધોરણ ૧ થી ૮ ના ૧૨૦ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યો.
03/10/2023

સીતાબા સેવા ટ્રસ્ટ-તાંતીયાણા દ્વારા રાણીસર તા.સાંતલપુર ગામની ધોરણ ૧ થી ૮ ના ૧૨૦ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યો.

Address

Thara

Website

Alerts

Be the first to know and let us send you an email when Sitaba SEVA TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category