Youth Reaction News

Youth Reaction News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Youth Reaction News, vadodara, Vadodara.

14/06/2026

વડોદરા શહેર પોલીસની રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરોએ હાથીખાના માર્કેટને નિશાન બનાવી પડકાર ફેંક્યો છે... રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરોએ 10 થી વધુ દુકાનોના તાળા તોડ્યા... બંનેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો... તસ્કર ટોળકીના સીસીટીવી ફૂટેજ સામે આવે છે...

14/06/2026

વડોદરા મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મોટી આર્થિક રાહત મળી છે. પાનમ પાણી યોજના સંબંધિત 19 વર્ષ જૂના વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે... રાજ્ય સરકારે કુલ 5233 કરોડ રૂપિયાના લેણાંમાંથી 4193 કરોડ રૂપિયાનું વ્યાજ અને પેનલ્ટી માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

13/06/2026

વડોદરાના લાલકોટ ખાતે બની રહેલા
નવા સિટી મ્યુઝિયમની
મહાનુભાવોએ લીધી મુલાકાત

13/06/2026

વડોદરામાં ગ્લેમર અને ટેલેન્ટનો અનોખો સંગમ જોવા મળશે, જ્યાં એપિક ગુજરાત ફેશન શો 2026 સીઝન-2નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આવતા 4 જુલાઈએ યોજાનારા ગ્રાન્ડ ફિનાલે પૂર્વે આયોજક શ્વેતા પ્રજાપતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કાર્યક્રમની માહિતી આપી.

12/06/2026

વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ખાતાઓની નવી ફાળવણી કરવામાં આવી છે...

11/06/2026

વડોદરા શહેર પોલીસને 19 વર્ષ જૂના કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં મોટી સફળતા મળી છે... વાડી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 19 વર્ષથી ફરાર આરોપીને ઝોન-3ની નાસતા ફરતા સ્કોડે ઝડપી પાડ્યો છે....

11/06/2026

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલર દ્વારા રોડ સુપરવાઇઝરને લાફો મારી દેવાની ઘટનાએ ચકચાર જગાવી છે... બુધવારે સવારે દક્ષિણ વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામ દરમિયાન પૂર્વ કાઉન્સિલર અને રોડ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર વચ્ચે કામને લઈને શાબ્દિક ટપો ટપી થઈ દરમિયાન પૂર્વક કાઉન્સિલરે આવેશમાં આવી લાફો ચોડી દીધો... આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે... સુપરવાઇઝર દ્વારા તેની કંપનીમાં જાણ કરાતા ઉપલા સ્તરે આ મામલો સમિટાઈ ગયો પરંતુ પૂર્વ કાઉન્સિલની આ કરતૂત સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે...

10/06/2026

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે એ ખુલ્લી ગટરમાં ઘોડો ખાબક્યો... બનાવી જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી અને જેસીબી ની મદદ થી ગટર લાઈન નો સ્લેબ તોડી ઘોડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે...
આ ઘટનાએ શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે કારણ કે શહેરના વધુ પડતા વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા છે જેની અધૂરી કામગીરી અને ખુલ્લી ગટરો આગામી ચોમાસામાં જોખમી સિદ્ધ થઈ શકે છે...

10/06/2026

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલની નવી બિલ્ડિંગ શરૂ થતાં જ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સામે આવી છે... શાળામાં બાળકોને મૂકવા આવેલા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

09/06/2026

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને “ઓપરેશન કારાવાસ-02” અંતર્ગત મોટી સફળતા મળી છે...12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહેલા આજીવન કેદીને અમદાવાદમાંથી ઝડપી ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Address

Vadodara
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth Reaction News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share