GUJJU STAR

GUJJU STAR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GUJJU STAR, Ahmedabad.

14/02/2026

Part -1 મારી ગાત્રાડ મારી વાલા નો વિહામો કેવાય

27/01/2026

Just checking sound 🔊🔊


Happy Independence Day 🇮🇳🪷
26/01/2026

Happy Independence Day 🇮🇳🪷

CCTV ફૂટેજમાં સુરેશ દેખાયો ને કાવતરાનો પર્દાફાશ થયોગામમાં એક નાળામાંથી એક કોહવાયેલો મૃતદેહ મળ્યો હતો. લાશ એટલી સડી ગઈ હત...
03/01/2026

CCTV ફૂટેજમાં સુરેશ દેખાયો ને કાવતરાનો પર્દાફાશ થયો

ગામમાં એક નાળામાંથી એક કોહવાયેલો મૃતદેહ મળ્યો હતો. લાશ એટલી સડી ગઈ હતી કે વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ હતી. જોકે તપાસ કરતાં કાંડા પર ટેટૂ અને શરીર પરનાં કપડાંની ઓળખ થઈ, જેનાથી ચિત્ર સ્પષ્ટ થયું: તે પ્રવીણની લાશ હતી.

આ કેસ સ્પષ્ટ રીતે હત્યાનો કેસ લાગતો હતો, પરંતુ પ્રશ્ન એ જ રહ્યો: આટલી ક્રૂરતાથી કોણ હત્યા કરી શકે? પોલીસે તપાસ શરૂ કરતાં જ શંકાની સોઈ સૌપ્રથમ પ્રવીણની પત્ની રવિના તરફ વળી, જે યુટ્યૂબ પર સોશિયલ મીડિયા રીલ્સ અને શોર્ટ ફિલ્મોમાં કામ કરતી હતી.

પણ મોટો પ્રશ્ન એ હતો કે: જો પ્રવીણને તેની પત્ની રીલ્સ બનાવવા સામે કોઈ વાંધો નહોતો, તો તેને રવિના પર શંકા કેમ હતી? શું ફક્ત સોશિયલ મીડિયાનો જુસ્સો કોઈને ખૂની બનાવી શકે છે? કે પછી આની પાછળ કોઈ બીજું કાવતરું હતું?

સમય વીતતો ગયો, પણ એક દિવસ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો, જેણે આખા કેસ પરથી પડદો હટાવી દીધો. હરિયાણાના ઝજ્જર જિલ્લાના ભિવાની ગામન આ બનાવ છે.

રવિના તેનાં માતા-પિતા, નાની બહેન અને નાના ભાઈ સાથે હરિયાણાના ઝજ્જર જિલ્લાના એક ગામમાં મોટી થઈ હતી. તેના પિતા એક પાવર પ્લાન્ટમાં કામ કરતા હતા અને તેની માતા ગૃહિણી હતી. રવિના ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટી હતી. ઘરનું વાતાવરણ આરામદાયક હતું, જેમ કોઈપણ ઘરનું સામાન્ય વાતાવરણ હોય છે એમ.

રવિનાએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી એક દિવસ ભિવાની નજીકના ગુર્જર ગામમાંથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. છોકરાનું નામ પ્રવીણ હતું. તે બારમું ધોરણ પાસ કરી ચૂક્યો હતો અને ગામમાં ઓટોરિક્ષા ચલાવતો હતો. તે સરળ અને મહેનતુ હતો. તેનો પરિવાર સારો હતો અને તેનું ઘર પણ મજબૂત હતું. બંને પરિવારોને આ સંબંધ યોગ્ય લાગ્યો, તેથી લગ્ન થયાં.

લગ્નનાં થોડાં વર્ષો પછી રવિનાએ એક પુત્રને જન્મ આપ્યો. તે હવે 7 વર્ષનો છે. લગ્ન પછી રવિનાએ વધુ અભ્યાસ કર્યો અને સીવણમાં ડિપ્લોમા મેળવ્યો. તે કામ કરતી અને ઘર ચલાવતી. જીવન સરળ રીતે ચાલતું હતું.

પરંતુ પછી કોવિડ-19 મહામારી આવી, જ્યારે બધું સ્થગિત થઈ ગયું. એ સમય દરમિયાન રવિનાને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવાની આદત પડી ગઈ. શરૂઆતમાં તે કલાકો સુધી એને જોવામાં વિતાવતી. પછી એક દિવસ તેણે ફક્ત તેના મોબાઇલ ફોન પર પોતાનો એક વીડિયો બનાવ્યો અને એને અપલોડ કર્યો. ધીમે ધીમે રીલ્સ બનાવવાનો તેનો શોખ બની ગયો.

ટૂંક સમયમાં તેણે ડાન્સ રીલ્સ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. રવિનાના સુંદર દેખાવને કારણે તેની લોકપ્રિયતા ઝડપથી વધી ગઈ. હવે રવિના ફક્ત તેના ગામલોકોમાં જ જાણીતી ન હતી, પરંતુ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પણ વધી રહ્યા હતા, પરંતુ પાડોશીઓએ રવિનાની રીલ્સ જોતાંની સાથે જ પ્રવીણને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. જોકે પ્રવીણને તેની પત્ની દ્વારા રીલ્સ બનાવવા સામે કોઈ વાંધો નહોતો, આથી તેણે તેને ક્યારેય રોકી નહીં. જોકે જેમ જેમ રવિનાની લોકપ્રિયતા વધતી ગઈ એમ એમ તેને હરિયાણવી શોર્ટ ફિલ્મોની ઓફર મળવા લાગી. તે ઘણીવાર શૂટિંગ માટે ઘરેથી બે કે ત્રણ દિવસ દૂર રહેતી.

પ્રવીણ આનાથી વધુ ને વધુ ચિડાઈ રહ્યો હતો. પછી એક દિવસ તેણે રવિનાને સ્પષ્ટપણે કહ્યું કે તે રીલ્સ અને ફિલ્મો છોડી દે. પતિની સલાહ સાંભળીને રવિનાએ બધું છોડી દીધું.

યુટ્યૂબ પર શોર્ટ ફિલ્મોમાં કામ કરતી વખતે રવિના સુરેશ નામની એક વ્યક્તિને મળી. સુરેશ હિસારના હાંસી તાલુકાના પ્રેમનગર ગામનો રહેવાસી હતો. તેમણે સાથે શૂટિંગ કર્યું હતું, તેથી તેઓ એકબીજાને થોડાં ઓળખતાં હતાં.

જ્યારે રવિનાએ રીલ્સ અને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું ત્યારે સુરેશે તેનો સંપર્ક કર્યો અને તેને રીલ્સ અને ટૂંકી ફિલ્મોમાં પાછા ફરવા કહ્યું. ધીમે ધીમે તેમની વાતચીત વધતી ગઈ. તેઓ મિત્રો બન્યાં અને પછી પ્રેમ ખીલ્યો. વાત ત્યાં જ અટકી નહીં; રવિના અને સુરેશે ગેરકાયદે સંબંધ પણ બાંધ્યો.

જોકે સુરેશ પહેલાંથી જ પરિણીત હતો. રવિના વારંવાર પોતાના પતિને કહ્યા વિના ઘરથી ગુમ થવા લાગી. આ વાત પ્રવીણને પરેશાન કરવા લાગી. ઘરમાં ઝઘડા રોજિંદા બની ગયા. 23 માર્ચ, 2025ના રોજ જ્યારે રવિના પ્રવીણને મળવા ગઈ ત્યારે પ્રવીણ ઘરે નહોતો. જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેને ઘરે જોઈને તે ગુસ્સે થઈ ગયો. ઉગ્ર દલીલ થઈ અને ત્યાર બાદ રવિનાએ પ્રવીણને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.

25 માર્ચે, જ્યારે રવીનાને તક મળી ત્યારે તેણે તેના બોયફ્રેન્ડ સુરેશને તેના ઘરે બોલાવ્યો અને પછી સૂઈ રહેલા પ્રવીણનું સ્કાર્ફ વડે ગળું દબાવી દીધું. જ્યારે તે તરફડિયા મારવા લાગ્યો ત્યારે સુરેશે તેના હાથ અને પગને મજબૂતીથી પકડી લીધા. થોડીવાર પછી પ્રવીણનું વેદનામાં મૃત્યુ થયું.

તેમની યોજના મુજબ મૃત્યુ પછી બંને વ્યક્તિએ તેને અકસ્માતમાં ખપાવવા યોજના બનાવી. તેમણે પ્રવીણના મૃતદેહને ગટરમાં ફેંકી દીધો, જેનાથી એ હત્યા નહીં, પણ અકસ્માત જેવો દેખાયો. જ્યારે કોઈને લાશ મળે ત્યાં સુધીમાં એ ફૂલી ગઈ હશે અને સડી ગઈ હશે, જેના કારણે તેને ઓળખી શકશે નહીં. જો તેની ઓળખ થઈ જાય તોપણ તેને અકસ્માત માનવામાં આવશે, કારણ કે પ્રવીણ દારૂ પીતો હતો.

જોકે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 માર્ચે પ્રવીણે તેની પત્ની રવિનાને તેના પ્રેમી સુરેશ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી, જેના કારણે બંને વચ્ચે ભારે ઝઘડો થયો હતો અને પ્રવીણની હત્યા કરવામાં આવી હતી.

ગુનો કર્યા પછી બંને પોતાના ઘરે પાછા ફર્યાં. બીજા દિવસે રવિના તેનાં માતાપિતાના ઘરે ગઈ. 28 માર્ચે જ્યારે તે તેના સાસરિયાંના ઘરે પાછી આવી ત્યારે તેના પરિવારના સભ્યો પ્રવીણને શોધી રહ્યા હતા. નિર્દોષતાનો ડોળ કરવાનો પ્રયાસ કરતી રવિના રડી પડી અને તેના પતિને શોધી રહી હોવાનો ડોળ કર્યો.

દરમિયાન 29 માર્ચના રોજ ગામની નજીકના એક નાળામાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી. શંકા જતાં રહેવાસીઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નાળાનું નિરીક્ષણ કર્યા પછી એક સડી ગયેલી લાશ મળી.

લાશ એટલી ખરાબ હાલતમાં હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, પરંતુ શરીર સંપૂર્ણપણે સડી ગયું હતું અને વધુ માહિતી મળી શકી નહીં.

મૃતદેહના હાથ પર એક ટેટૂ હતું, જે એકદમ સારી સ્થિતિમાં હતું. ટેટૂના આધારે પોલીસે મૃતકનો ફોટોગ્રાફ લીધો અને એને નજીકના પોલીસ સ્ટેશનો અને ચોકીઓમાં મોકલ્યો.

પ્રવીણનો પરિવાર 30 માર્ચે પોલીસ સ્ટેશન ગયો. લાશનો ફોટો જોયા પછી તેમણે ટેટૂ અને કપડાંના આધારે તે તેમના પુત્ર પ્રવીણનો હોવાનું ઓળખી કાઢ્યું, જે 25 માર્ચથી ગુમ હતો.

મૃતદેહની ઓળખ થતાં જ પરિવારમાં હોબાળો મચી ગયો. રવિના પણ બધાની સામે રડી પડી, પરંતુ પરિવારજનોના મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. પ્રવીણે એટલું બધું પીતો ન હતો કે તે ગટરમાં પડી જાય, તો તે ત્યાં કેમ ગયો? ​​આ પ્રશ્ન તેમને પરેશાન કરી રહ્યો હતો, તેથી ફક્ત પોલીસ પર આધાર રાખવાને બદલે તેમણે પોતાની રીતે તપાસ શરૂ કરી.

પરિવારના કેટલાક સભ્યોએ ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને પછી તેમને એક એવો સંકેત મળ્યો, જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એક ફૂટેજમાં બાઇક પર સવાર એક પુરુષ વારંવાર ઘરની નજીક ફરતો દેખાયો. પછી બીજા ફૂટેજમાં તે જ પુરુષ એક મહિલા સાથે દેખાયો. તેમની વચ્ચે સફેદ ચાદરમાં લપેટાયેલું કંઈક હતું, જે કોઈપણને શંકા જગાડતું હતું.

સીસીટીવી ફૂટેજમાં બાઇકરનો દેખાવ જોયા પછી પરિવારને તરત જ રવિના અને સુરેશ પર શંકા ગઈ. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે પ્રવીણનું મૃત્યુ અકસ્માત નહીં, પરંતુ એક જાણીજોઈને રચેલું કાવતરું હતું. પરિવારે ઝડપથી પોલીસને બધી માહિતી અને ફૂટેજ પૂરા પાડ્યા. જ્યારે પોલીસે બંને વ્યક્તિની ધરપકડ કરી અને તેમની કડક પૂછપરછ કરી, ત્યારે તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો.

પોલીસ પૂછપરછ દરમિયાન રવિનાએ કહ્યું હતું કે- ૨૩ માર્ચના રોજ પ્રવીણ અને મારો ઝઘડો થયો. એ ક્ષણે ગુસ્સામાં મેં પ્રવીણને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. મારી સાસુનું અવસાન થયું છે. મારા સસરા, સુભાષ મીઠાઈ બનાવે છે જે ઘણીવાર ઘરેથી દૂર રહે છે. ઝઘડાના દિવસે તેઓ પણ બહાર હતા. પ્રવીણને બીજા બે ભાઈઓ છે. તેમનું ઘર બે માળનું છે. પ્રવીણનો નાનો ભાઈ સંદીપ, નીચે રહે છે. તે પંચકુલામાં ફરજ પર છે. તેની પત્ની ત્યાં રહે છે. પ્રવીણનો મોટો ભાઈ પણ તેના પરિવાર સાથે રહે છે. હું મારા પતિ પ્રવીણ સાથે ઉપરના રૂમમાં રહેતી હતી. આ બે માળના ઘરમાં ફક્ત ત્રણ જ લોકો હતા, તેથી તેને મારી નાખવાની આ યોગ્ય તક લાગી. પછી મેં મારા બોયફ્રેન્ડને ફોન કરીને બોલાવીને તેની હત્યા કરી દીધી.

યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી...ગળા પર...વડોદરામાં રેલવેમાં નોકરી કરતી યુવતીએ પહેલા વાર્તા ઘડી...
02/01/2026

યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી...ગળા પર...

વડોદરામાં રેલવેમાં નોકરી કરતી યુવતીએ પહેલા વાર્તા ઘડી, ગળા પરનાં નિશાને પોલ ખોલી

વડોદરામાં પ્રેમસંબંધની કરુણ ઘટના સામે આવી છે, જેની સાથે જિંદગી જીવવા માગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે. 29 ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં જાણે યુવતીએ કંઈ કર્યું જ ન હોય એેમ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે આવતાં જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

યુવક સગાઈ બાદ યુવતી સાથે રહેવા આવી ગયો હતો
છોટાઉદેપુરના રોઝકૂવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધ બાદ બન્નેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી તે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા આવી ગયો હતો. બન્ને ઘણા સમયથી સાથે જ રહેતાં હતાં. આ વચ્ચે રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા હતી, જેમાં 29 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે થયેલા વિવાદમાં રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી હતી કે તેને આ લગ્ન નથી કરવા.

'સચિન વારંવાર રેખા પર શંકા કરતો હતો'-એસીપી
એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, હત્યા અગાઉ યુવક યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. સચીને લગ્ન તોડવાની વાત કરતા રેખાએ દુપટ્ટા વડે સચિનની હત્યા કરી. બંને ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતાં. રેખા રાઠવા ખલાસી તરીકે રેલવેમાં નોકરી કરતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયો હતો. હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી તે અંગે તપાસ ચાલુ છે.

29 ડિસેમ્બરે સચિનનું સંદિગ્ધ રીતે મોત થયું હતું
એ બાદ સચિન ઊંઘેલો હતો, એ દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હતી. એ બાદ જાણે તેણે કંઈ કર્યું જ ન હોય એેમ મૌન રહી સચિન ઊંઘમાંથી ઊઠતો ન હોવાની વાત બધાને કરી હતી. બાદમાં સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં સચિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સચિનના સંદિગ્ધ મોતને પગલે પિતા ગણપતભાઈને મંગેતર રેખા સકુભાઈ રાઠવા પર આશંક જાય છે, કારણ કે એકનો એક નવજુવાન દીકરો ઊંઘમાં કેવી રીતે મોતને ભેટે એ એક સવાલ પિતાના મનમાં ચાલતો હતો.

પિતાએ આંખમાં આંસુ સાથે દીકરો ખોવાની વેદના વ્યક્ત કરી
આંખમાં આંસુ સાથે દીકરાને ખોવાની વેદના સાથે સચિન રાઠવાના પિતા ગણપતભાઈ રાઠવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઘરે ખેતી કામ કરું છું. મારે એકનો એક દીકરો છે અને મારી પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્યારે પોતાના દીકરાના હત્યા અંગે વાતચીત કરતા આખામાં આંસુ સાથે બોલ્યા કે, મારા દીકરા જોડે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધો હતા, છોકરીની મામીએ દીકરી અને તમારા દીકરાને નોકરી મળે પછી સગાઈ અને લગ્ન કરાવી દઈશું તેવું કહ્યું હતું. એટલે અમે આ છોકરીને નોકરી મળી પછી છેલ્લા પાંચ છ મહિનાથી સગાઈ થતા તેના પરિવાર જાણો મારા છોકરાને તેની સાથે રહેવા માટે લઈ આવ્યા હતા.

'લગ્નની તારીખો અને જે ઓર્ડર આપ્યા છે તે કેન્સલ કરી દેજો'
વધુમાં કહ્યું કે, મારા દીકરાના માર્ચ મહિનામાં લગ્ન કરવાના હતા. જેથી મેં તે છોકરી સાથે સગાઈ કરાવી હતી. સગાઈ બાદ તે મારા દીકરાને અહીં રહેવા માટે લઈ આવ્યા હતા. તેઓ બંને સાથે રહેતા હતા. આ ઘટના બની તેના એક કલાક પહેલા જ છોકરાએ કોલ કર્યો હતો કે પપ્પા રેખા લગ્ન કરવાની ના પાડે છે અને લગ્નની તારીખો તથા જે નક્કી કર્યું છે તેના ઓર્ડર કેન્સલ કરી દેજો.

'મારી આખે આખી પેઢી ખતમ થઈ ગઈ'
વધુમાં કહ્યું કે, મારા દીકરાનું મર્ડર કર્યા બાદ રેખા કોલ કરીને કહે છે કે સચિન સૂઈ ગયો છે અને ઉઠતો નથી. તમે અહીંયા જલ્દી આવો, એક કલાક પહેલા જ મારી સાથે વાતચીત કરી તો તે કઈ રીતે મરી જાય. આ બાબતની મને શંકા ગઈ હતી અને મારો દીકરો જ મને કહેતો હતો કે પપ્પા તેની સાથે નોકરી કરે છે તે જ વ્યક્તિ સાથે સંબંધો છે અને તે વારંવાર હેરાન કરતો હતો. ન્યાય તો મને ચોક્કસ મળવો જોઈએ તેમ કોઈ શંકા નથી. મારો એકનો એક દીકરો હતો, મારે હવે કોઈ વંશ નથી, મારી આખે આખી પેઢી ખતમ થઈ ગઈ કેમ કે મારા ભાઈને પણ કઈ નથી.

વધુમાં કહ્યું કે, મારો છોકરો એકનો એક હતો. મારો દીકરો પ્રાઇવેટ ડ્રાઈવરની નોકરી કરતો હતો. આ છોકરી સાથે સંબંધ છે, તે તેની સાથે નોકરી કરે છે. સગાઈ છોકરીના કહેવાથી અમે કરી હતી. મારો દીકરો પાવી જેતપુર દુકાનમાં નોકર હતો તો ત્યાંથી મોબાઈલ લઈને આવી ગઈ હતી. અને બાદમાં મારા છોકરાને અહીંયા લાવી અને આખી રાત સમજાવતી હતી. તે અમારા વિસ્તારની છે એટલે સંપર્ક થયો હતો.

પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળ્યાં
બાદમાં સચિનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેના ગાળાના ભાગે નિશાન મળ્યાં હતાં, જેથી પોલીસને શંકા ગઈ કે તેને ગળાફાંસો આપવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ઊલટતપાસ હાથ ધરી હતી, જોકે આ હત્યા કરનાર પ્રેમિકાએ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. બાદમાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. હાલમાં આ મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી ગેટ ખોલી આવી ને કહી રહી હતી કે સચિન જાગી નથી રહ્યોઃ દીપકકુમાર
આ બનાવ અંગે રેલવે કોલોનીમાં રેખાની બાજુમાં રહેતા દીપકકુમાર શાહે જણાવ્યું હતું કે આ 29 તારીખની ઘટના છે. અમે CHC સેન્ટર પર ગયા હતા અને પરત આવ્યા, ત્યારે તે યુવતી ગેટ ખોલીને આવી અને કહી રહી હતી કે સચિન જાગી નથી રહ્યો. અમે પણ ત્યાં પહોંચ્યા હતા. યુવતી રડી રહી હતી અને યુવકને અમે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક ઊઠી રહ્યો નહોતો. અમને ખબર પડી ગઈ હતી કે આ મારી ગયો છે. બાદમાં અમે એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

પ્રેગ્નન્ટ પત્નીને પેટમાં રોડ, માથા પર કુહાડી મારી...લગ્નના છ મહિના પછી હત્યા‘હું અને માન્યા એકબીજાને પ્રેમ કરતા હતા. મા...
01/01/2026

પ્રેગ્નન્ટ પત્નીને પેટમાં રોડ, માથા પર કુહાડી મારી...લગ્નના છ મહિના પછી હત્યા

‘હું અને માન્યા એકબીજાને પ્રેમ કરતા હતા. માન્યાએ મને જણાવ્યું હતું કે તેના ઘરના સભ્યો તેને મારે છે અને તે તેમની સાથે રહેવા માંગતી નથી. તે મારી સાથે રહેવા માંગતી હતી. અમે નક્કી કર્યું કે લગ્ન કરી લઈશું. જૂન મહિનામાં અમે ઘર છોડી દીધું અને લગ્ન કરી લીધા. લગ્ન પછી અમે પોલીસ સ્ટેશન ગયા, નિવેદન નોંધાવ્યા અને ઘરે પાછા ફર્યા. આ વાત માન્યાના ઘરના સભ્યો સહન કરી શક્યા નહીં. તેમણે તેને એટલા માટે મારી નાખી કારણ કે તેણે એક દલિત છોકરા સાથે લગ્ન કર્યા હતા.’

આ આપવીતી સંભળાવી રહેલા વિવેકાનંદની જિંદગી 22 ડિસેમ્બર પછી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વિવેકાનંદ કર્ણાટકના હુબલી-ધારવાડ જિલ્લાના ઇનામ વીરાપુર ગામમાં રહે છે. તેમની પત્ની માન્યાની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી. 20 વર્ષની માન્યા ગર્ભવતી હતી. હત્યાનો આરોપ માન્યાના પરિવાર પર છે.

વિવેકાનંદ અને માન્યાનો પરિવાર એક જ ગામમાં રહે છે. આ કેસમાં 15 લોકો સામે FIR નોંધવામાં આવી છે. હુબલી પોલીસે માન્યાના પિતા પ્રકાશગૌડા પાટિલ અને બે સંબંધીઓ ઈરન્ના અને અરુણ સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

22 ડિસેમ્બરની સાંજે શું થયું
માન્યા અને વિવેકાનંદના ઘર વચ્ચે આશરે 200 મીટરનું અંતર છે. વિવેકાનંદ પિતા હનુમંતપ્પા ડોડ્ડામણિ અને માતા રીનાવ્વા સાથે રહે છે. વિવેકાનંદ જણાવે છે, ‘માન્યા અને હું એકબીજાને પસંદ કરીએ છીએ, એ વાત તેના ઘરના સભ્યોને ખબર પડી ગઈ હતી. માન્યા મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. તેનો પરિવાર આ માટે તૈયાર નહોતો. તેઓ રોજ તેને મારતા હતા. માન્યા પરેશાન થઈ ગઈ હતી. તેની હાલત જોઈને અમે નક્કી કર્યું કે ભાગીને લગ્ન કરીશું. મે મહિનામાં અમે બંને ગામ છોડીને મારા મામાના ઘરે હાવેરી જતા રહ્યા.’

‘માન્યા ગર્ભવતી થઈ, તો હું તેને તપાસ માટે હાવેરીની હોસ્પિટલમાં જ લઈ જતો હતો. 5 મહિના પછી તેને વધુ સંભાળની જરૂર હતી. જાનનું જોખમ હતું, તેથી હું ધારવાડ જિલ્લાના SP ગુંજન આર્ય સરને મળ્યો. તેમને જણાવ્યું કે મારી પત્નીના ઘરના સભ્યો અમને શોધી રહ્યા છે. તેઓ અમને બંનેને મારી નાખશે. મારી વાત સાંભળીને તેમણે ભરોસો આપ્યો કે કંઈ થશે નહીં.’

‘અમારો ડર દૂર કરવા માટે માન્યાના પરિવારને ધારવાડ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. તેના પિતાએ પોલીસ સામે કહ્યું કે હું મારી દીકરીને મૃત માની ચૂક્યો છું. હવે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.’

વિવેકાનંદના જણાવ્યા મુજબ, પોલીસના સમજાવવા પર અમે 8 ડિસેમ્બરે માન્યાને લઈને ગામ પાછા ફર્યા. મારા ઘરના સભ્યોએ માન્યાને ખુશી-ખુશી અપનાવી લીધી, પરંતુ તેના પિયર પક્ષના લોકો આ વાતથી નારાજ હતા.

માન્યા અને તેની સાસુને એકલા જોઈ હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા
વિવેકાનંદના જણાવ્યા મુજબ, ‘22 ડિસેમ્બરની સાંજે આશરે 6:30 વાગ્યે માન્યાના પિતા પ્રકાશગૌડા પાટિલ પોતાના બે સંબંધીઓ ઈરન્ના અને અરુણ સાથે અમારા ઘરમાં ઘૂસી ગયા. તે સમયે ઘરમાં માન્યા અને માતા હાજર હતા. હુમલાખોરોના હાથમાં કુહાડી અને સ્પ્રિન્કલર પાઇપ હતા. આ જોઈને માતાએ બૂમાબૂમ કરી. તેમનો અવાજ સાંભળીને પપ્પા દોડીને આવ્યા. તેઓ માન્યાને બચાવવા માટે ભાગ્યા, તો હુમલાખોરોએ તેમને પકડીને રોડથી માર માર્યો.‘

‘આ પછી માન્યાના પિતા પ્રકાશગૌડાએ તેના માથા પર કુહાડી અને પાઇપથી હુમલો કરી દીધો. આ દરમિયાન માન્યાના પપ્પાએ તેના માથા પર રોડ મારી દીધો. તે જમીન પર પડી ગઈ. તેઓ તેને મારતા રહ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે તે મરી ગઈ છે, તો બધા લોકો ભાગી ગયા. હું માન્યાને હોસ્પિટલ લઈ ગયો. રાત્રે 9:30 વાગ્યે તેણે દમ તોડી દીધો.’

માન્યાના મોતના સમાચાર મળતા જ હુબલી-ધારવાડ પોલીસ કમિશનર એન. શશિકુમાર, SP ગુંજન આર્ય અને હુબલી રૂરલ પોલીસ સ્ટેશનના SHO મુરુગેશ ચન્નનાવર હોસ્પિટલ પહોંચ્યા. તેમણે હોસ્પિટલ અને ઇનામ વીરાપુર ગામમાં પોલીસ તૈનાત કરી દીધી.

માન્યાના માથા અને પેટ પર ઘા, હેતુ બાળકને મારવાનો હતો
હુબલી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, માન્યા પાટિલને લોખંડના રોડ અને સ્પ્રિન્કલર પાઇપથી માર મારવામાં આવ્યો હતો. ડોક્ટરોએ માથા અને પેટમાં ઊંડી ઈજાઓ હોવાની વાત કહી છે. મૃતદેહ પર ઈજાના નિશાનથી સાબિત થાય છે કે માન્યા પર હુમલો માત્ર તેની હત્યા માટે નહીં, પરંતુ તેના પેટમાં ઉછરી રહેલા બાળકની જાન લેવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં આની પુષ્ટિ થઈ છે. મામલાની સંવેદનશીલતાને જોતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.

CCTV ફૂટેજમાં કુહાડી લઈને દેખાયો પ્રકાશ
હુબલી-ધારવાડ પોલીસ કમિશનર એન. શશિકુમારના આદેશ પર 3 સ્પેશિયલ પોલીસ યુનિટે મામલાની તપાસ શરૂ કરી. હુબલી પોલીસના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે, ‘અમને ઇનપુટ મળ્યા કે મુખ્ય આરોપી પ્રકાશ અને તેના બે સંબંધીઓ હુબલીમાં જ છુપાયેલા છે. બાકીના આરોપીઓ પણ તે જ લોકેશન પર હોઈ શકે છે. લોકલ ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી અમે આરોપીઓને ટ્રેક કર્યા અને પ્રકાશ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી.’

પોલીસ બંને પક્ષોની પૂછપરછ અને પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. અમે એ પણ શોધી રહ્યા છીએ કે હત્યામાં વપરાયેલા ધારદાર હથિયારો અને સામાન ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા. કેટલાક હુમલાખોરો હજુ પણ ફરાર છે, તેમની શોધખોળ ચાલી રહી છે.

હુબલી-ધારવાડ પોલીસને ઘટનાના દિવસના એક CCTV ફૂટેજ પણ મળ્યા છે, જેમાં પ્રકાશગૌડા કુહાડી અને રોડ લઈને વિવેકાનંદના ઘરમાં ઘૂસતો દેખાય છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પૈકી એક પાસે પ્લાસ્ટિકનું ડબલું મળ્યું, જેમાં પેટ્રોલ ભરેલું હતું. આનાથી સાબિત થાય છે કે હુમલાખોરો ઘટના પછી ઘરને આગ લગાડવા માંગતા હતા.

હુબલી ઇન્સ્પેક્ટરે કહ્યું- હોરર કિલિંગના પુરાવા મળ્યા
કર્ણાટકના હુબલી રૂરલ પોલીસ સ્ટેશનના SHO મુરુગેશ ચન્નનાવર આ કેસની તપાસ કરી રહ્યા છે. અમે તેમની સાથે ફોન પર વાત કરી. મુરુગેશ કહે છે, ‘ઘટનાની રાત્રે જ અમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. છોકરીના પતિ વિવેકાનંદની ફરિયાદ પર તેના પિતા પ્રકાશગૌડા પાટિલ સહિત 15 લોકો સામે FIR નોંધવામાં આવી છે. આમાંના મોટાભાગના અજ્ઞાત લોકો છે, જેમને પીડિત પરિવાર ઓળખતો નથી.’

'પ્રાથમિક તપાસમાં આ હોરર કિલિંગનો મામલો લાગી રહ્યો છે. માન્યા પાટિલ લિંગાયત સમુદાયની હતી, તેનો પતિ વિવેકાનંદ માદર સમુદાયનો છે. બંને એક જ ગામના રહેવાસી હતા અને ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ 19 જૂને હુબલીની રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા હતા. માન્યાએ ઘરના સભ્યોને વિવેકાનંદ સાથે લગ્ન ન કરાવવા પર આત્મહત્યાની ધમકી આપી હતી. લગ્ન પછી પોલીસે બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેમ છતાં આ ઘટના બની ગઈ.’

કર્ણાટકના સૌથી મોટા દલિત સંગઠન 'દલિત મહામંડળ'ના સભ્યોએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી છે. સમતા સેનાના સ્ટેટ પ્રેસિડેન્ટ ગુરુનાથ ઉલ્લીકાશીએ કર્ણાટક સરકાર પાસે 'ઓનર કિલિંગ કંટ્રોલ એક્ટ' લાગુ કરવાની, પીડિત પરિવારને હુબલીમાં 10 એકર જમીન આપવા ઉપરાંત વિવેકાનંદને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

ઈન્ડિયન આર્મીમાં ગુજરાતની દીકરીનો ધમાકો, વતનમાં ભવ્ય ભવ્ય સ્વાગતપાલીતાણાના ઇલા મકવાણાએ આર્મીની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂ...
31/12/2025

ઈન્ડિયન આર્મીમાં ગુજરાતની દીકરીનો ધમાકો, વતનમાં ભવ્ય ભવ્ય સ્વાગત

પાલીતાણાના ઇલા મકવાણાએ આર્મીની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાજેતરમાં ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે એક શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.

ઇલા મકવાણાએ પશ્ચિમ બંગાળ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.ઇલા મકવાણાએ પશ્ચિમ બંગાળ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ એક સ્વાગત અને સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ પ્રસંગે પરિવારજનો, સમાજના આગેવાનો, મિત્રો અને નગરજનો દ્વારા ઇલા મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇલા મકવાણાની આ સિદ્ધિ દેશસેવાની ભાવના અને શિસ્તનું પ્રતિક બની છે. તેમની સફળતાએ પાલીતાણા શહેર અને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે.

સામાન્ય પરિવારની ચારમાંથી ત્રણ બહેનો પોલીસ કોન્સ્ટેબલ બની, ચોથી પણ પરીક્ષાની તૈયારી કરે છેભાવનગર જિલ્લાના વરતેજના ફરિયાદ...
30/12/2025

સામાન્ય પરિવારની ચારમાંથી ત્રણ બહેનો પોલીસ કોન્સ્ટેબલ બની, ચોથી પણ પરીક્ષાની તૈયારી કરે છે

ભાવનગર જિલ્લાના વરતેજના ફરિયાદકા ગામના એક સાધારણ પરિવારની ચારમાંથી ત્રણ દિકરીઓ પોલીસ વિભાગમાં ભરતી થઈ છે અને ચોથી દીકરી પણ પોલીસ વિભાગની ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહી છે. ત્યારે નાનકડા આ ગામમાં નારી શક્તિને ઉજાગર કરતા આ પ્રેરણાદાયી કિસ્સાની સરાહના કરવામાં આવી રહી છે.

આજના સમયમાં જ્યારે ઘણી વાર દીકરીઓના સપનાઓને પરિસ્થિતિઓ, સંસાધનો અને સામાજિક વિચારોથી દબાવી દેવામાં આવે છે, ત્યારે વરતેજ પાસેના ફરિયાદકા ગામ ના એક સામાન્ય પરિવારે અસાધારણ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

એક જ પરિવારની બે દીકરીઓ મિત્તલ અરવિંદભાઈ મકવાણા અને વૈશાલી અરવિંદભાઈ મકવાણા — એ પોલીસ વિભાગ ની ભરતી પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે જ્યારે મોટી દીકરી ભાગ્યશ્રી બેન અરવિંદભાઈ મકવાણા પોલીસ વિભાગ હેડ કોન્સ્ટેબલ તરીકે હાલ ફરજ બજાવે છે આમ ત્રણ 3 દીકરીઓએ પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી બતાવી દીધું કે હિમ્મત અને મહેનત હોય તો કોઈ દીકરી પાછળ નથી.

ત્રણેય બહેનોએ અભ્યાસ દરમ્યાન અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાગ્યશ્રીબેન જન ચેતના ટ્રસ્ટ સિદસર દ્વારા સન્માનિત થયા છે તેમજ NCC સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે મિતલબેન તત્કાલીન ભાવનગર કલેક્ટર બંછાનિધિ પાની તેમજ પૂ. મોરારિબાપુ ના હસ્તે સન્માનિત થયા છે તો વૈશાલીબેન પણ કોલેજ તથા યુનિવર્સિટી દ્વારા અઢળક ઇનામો મેડલ તથા ટ્રોફી થી સન્માનિત થયા છે.

નાનીબેન સુસ્મિતા હાલ કોલેજ માં અભ્યાસ કરે છે અને પોલીસ ભરતી બોર્ડ ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આમ ચારેય બહેનોની સફળતા પાછળ તેમના પિતા અરવિંદભાઈ અને માતા મુકતાબેનનું પદ્ધતિસરનું માર્ગદર્શન અને સાથ સહકાર મળતા દીકરીઓ એ મકવાણા પરિવાર અને ફરિયાદકા ગામનું ગૌરવ વધાર્યું છે.

માત્ર પરીક્ષા નહીં સમાજની વિચારસરણી પાસ કરી છે
આ સફળતા કોઈ એક દિવસમાં મળી નથી. આ સફળતાના પાછળ છે અનેક રાતોનું જાગરણ, અનેક ત્યાગ, અનેક નિષ્ફળ પ્રયત્નો અને અડગ વિશ્વાસ. જ્યારે થાક આવતો હશે, ત્યારે પણ તેમણે હાર માનવાનું પસંદ કર્યું નથી. જ્યારે સમાજે પ્રશ્ન કર્યા હશે, ત્યારે પણ તેમણે જવાબ પોતાની સફળતા દ્વારા આપ્યો હશે.

આ પરિવારની દીકરીઓએ માત્ર પરીક્ષા પાસ નથી કરી, પરંતુ સમાજની વિચારસરણી પાસ કરી છે. તેમણે સાબિત કર્યું કે દીકરીઓ બોજ નથી, દીકરીઓ બળ છે. એક પરિવાર જ્યારે દીકરીઓના સપનાઓને સમર્થન આપે છે ત્યારે આખું ગામ ગૌરવ અનુભવે છે. આ ગૌરવસભર ક્ષણમાં ભીમગ્રુપ ફરિયાદકા ગામ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવેલ સન્માન એ માત્ર મેડલ કે મંચનું સન્માન નથી, પરંતુ મહેનત, સંઘર્ષ અને સમાનતાના વિચારનું સન્માન છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when GUJJU STAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GUJJU STAR:

Share