14/02/2026
રણુંજ હાઈસ્કૂલ રણુંજ....
જીવન નો ખુબ યાદ ગાર સંભારણું....
હું જે સ્કૂલ માં ભણ્યો સમજ્યો અને મારા જીવન માં અનેક મિત્રો મળ્યા જ્યાં મેં ખુબ અભ્યાસ ની સાથે નિર્દોષ ભાવે મોજ મસ્તી સાથે ના દિવસો વીતવ્યા હતા... એજ મારી શિક્ષણ ભૂમિ.. મારી શાળા મારું ગૌરવ....
આજે ધોરણ 10-12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો શુભેચ્છા સમારંભ તેમજ બોડ ની પરીક્ષા ની શુભકામના આપવા ના કાર્યક્રમ માં ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેમાન તરીકે હાજર રહેવા નું થયું...
આ સુંદર કાર્યક્રમ મારી સાથે કિરણભાઈ જાની તાલુકા સંગઠન પ્રમુખ તેમજ ટ્રસ્ટ ના ટ્રસ્ટી દેસાઈ વિષ્ણુભાઈ તેમજ મારા ગુરુ અને શાળા ના આચાર્ય શ્રી શેવન્તીભાઇ પરમાર શિક્ષક મિત્રો ને મળી ખુબ આનંદ થયો. સાથે જ પૂર્વ ના ગુરુઓ અને મારા સાથી વિદ્યાર્થી મિત્રો ને યાદ કર્યો..
મને ફળી આ શાળા ની પાવન ભૂમિ પર વંદન કરવા ની તક આપવા બદલ હું સદાય શાળા પરિવાર નો ઋણી રહીશ...